fbpx
ગુજરાત

સુરતવાસીઓ સાવધાનઃ કોરોનાના ૬૦ દર્દીઓની હાલત ગંભીર

દિવાળી બાદ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. જ્યારે હવે ઠંડીની શરૂઆત પણ થઇ છે. આ વચ્ચે સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ સુરતમાં કોરોનાના ૬૦ દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો ૧૨ દર્દીઓ બાઇપેપ પર છે અને ૨૮ દર્દીઓ ઓક્સિજન પર છે.
આ સિવાય સુરત સ્મિમેરમાં ૨ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૨ દર્દીઓ બાઇપેપ પર અને ૪ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. સુરતમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. વધતા કોરોનાને લઇને તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. છતા કેટલાક બેદરકાર લોકો હજી પણ કોરોનાને લગતા નિયમોનું પાલન કરતા નથી અને જાહેરમાં માસ્ક વગર બહાર ફરી રહ્યા છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવતા જાેવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં અધધ વધારો થતા ગઇ કાલે સુરત મનપા હરકતમાં આવી હતી. વધતા કેસને લઇને શોપિંગ મોલ બંધ રાખવા ર્નિણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાસ કરીને શનિ-રવિ મોલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા જેને લઇને આ સુરત મહાનગર પાલિકા દ્વારા મોલ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય નિયમમાં કોઇ ભંગ થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts