fbpx
ગુજરાત

સુરતના ૨૨ મકાનો પર બુલડોઝર ફરી વળ્યુંઃ ત્રણ મહિનામાં બ્રિજ બનીને તૈયાર થશે

સુરત શહેરના ૧૫ લાખ લોકોને અસર કરતા ઉમરા પાલ બ્રિજનું ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશથી આજે સવારે ૨૨ મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. ડિમોલિશન સમયે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, જાેકે ભારે પોલીસ અને મનપાના બંદોબસ્તને કારણે વિરોધ સફળ થઈ શક્યો ન હતો. હવે ત્રણ મહિનામાં બ્રિજ બનીને તૈયાર કરી દેવાશે.
પાલ ઉમરા બ્રિજમાં અડચણ રૂપ રહેલા મકાનોનું સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, આ અંગે મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ સમગ્ર મામલે કહ્યું હતું કે દસ-બાર લોકોને કારણે આખા શહેરને બાનમાં નહીં લઈ શકાય.પાલ ઉમરા બ્રિજ શહેર માટે ખૂબ મહત્વનો છે. અઠવાઝોનના બીઆરટીએસ ફેઝ-૧ અને રાંદેર ઝોનના ફેઝ-૨ને આંતરિક રીતે જાેડતો ખૂબ મહત્ત્વ ધરાવતો પાલ-ઉમરા છે.
તાપી નદી પરનો પાલ-ઉમરા બ્રીજ છેલ્લા ત્રણ વર્ષથી એપ્રોચની જગ્યા નહી મળતાં લટકી પડ્યો છે. અસરગ્રસ્તો જમીન આપવા ઈનકાર કરતાં હોવાથી આ વિવાદમાં પાલિકા કમિશનર લોકહિતને ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવે તે જરૂરી બન્યું હતું. અગાઉથી જમીન આપવા સહમત ૭ અસરગ્રસ્તોની જમીનને સરકારી ચોપડે હક્ક ચોક્સી કરી દાખલ કરાવી દીધી છે.
આના કારણે વધુ ૫ અસરગ્રસ્તો પણ સહમત થતાં કુલ ૧૨ અસરગ્રસ્તો થયાં હતાં. આ મુદ્દે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, જ્યાં તમામ લોકોની વાતો સાંભળ્યા બાદ કોર્ટે ડિમોલિશન કરવાની મંજૂરી આપી હતી, જેના માટે ૨૯ નવેમ્બરની આખરી તારીખ પણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts