સ્વ ર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ર્નિણય લેવાયો વાલીનું કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા વિદ્યાર્થીને ભણે ત્યાં સુધી શાળામાં મળશે ફી માફી
ગુજરાતની ૮ હજાર સ્કૂલોને લઈને એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહાબિમારીના કારણે મૃતક વાલીઓના સંતોનોને ફ્રી શિક્ષણ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સ્વ ર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે. આ નિયમ ગુજરાતની ૮ હજાર સ્કૂલોને લાગૂ પડશે.
કોરોનામાં મૃત્યુ પામેલા વાલીના સંતાનોને ફ્રી એજ્યુકેશન આપવાની જાહેરાતથી બાળકોને મહંદઅંશે ઘણી મદદ મળી રહેશે. આ ર્નિણય સ્વ ર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા લેવાયો છે. ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનો દસ્તાવેજ જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદની જાણીતી ૪૦થી વધુ સ્કૂલોના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સંચાલકો મૃતક કોરોના વોરિયર્સના બાળકોને ફી લીધા વગર જ ભણાવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો હતો.. એઓપીએસમાં પ્રસ્તાવ રજૂ કરાયા બાદ મોટા ભાગની સ્કૂલોએ બાળકોને ફી વગર જ અભ્યાસ કરાવવાની તૈયારી દર્શાવી છે. આવનારા સમયમાં આ મુદ્દે સ્કૂલોની સંખ્યા પણ વધી શકે છે.
સમાજ માટે જે કોરોના વોરિયર્સ કોરોના સામેની લડાઇમાં મૃત્યુ પામ્યા છે તેઓના બાળકોનું ભવિષ્ય ઊજળું બને તેવો પ્રયાસ શહેરની જાણીતી સ્કૂલો દ્વારા કરાયો છે. સમાજને કોરોનાથી બચાવવા અને કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે હજારો હેલ્થ કર્મચારીઓ રાત દિવસ કામ કરી રહ્યાં છે અને આ કામગીરી દરમિયાન જ તેઓ પોતે પણ સંક્રમિત થઇ ગયા હતા.
લોકોની સેવા કરતા તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે જાેવાની સમાજની ફરજ છે. ખાસ કરીને તેમના બાળકોનો અભ્યાસ આર્થિક કારણોને લીધે અટકે નહીં તેની જવાબદારી શહેરના સ્કૂલ સંચાલકોએ ઉઠાવી છે. આ પહેલા એઓપીએસના ગ્રૂપમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. વિચારણાને અંતે મોટાભાગના સ્કૂલ સંચાલકોએ તૈયારી દર્શાવી હતી. એઓપીએસમાં અમદાવાદની મોટાભાગની જાણીતી સ્કૂલોનો સમાવેશ થાય છે.
Recent Comments