fbpx
ગુજરાત

સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં રૂપાણી સરકારને પૂછ્યું આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિએ ૩ મહિનામાં શું કર્યું?

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે વધુ એક વાર ગુજરાત સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. સરકારે બનાવેલી તપાસ સમિતિઓ અંગે પણ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, સરકારે બનાવેલી સમિતિઓ શું પગલાં ભર્યા? આગકાંડ બાદ રચેલી તપાસ સમિતિઓએ ૩ મહિનામાં શું કામ કર્યું? સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે. ૩ દિવસમાં તમામ રાજ્યો કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે જવાબ રજૂ કરે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું. ગુજરાત સરકારે પણ કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે જવાબ રજૂ કરવાનો રહેશે.
કોવિડ હોસ્પિટલોમાં આગકાંડ મામલે કેન્દ્ર સરકારને દિશા નિર્દેશ જાહેર કરવા સુપ્રીમે આદેશ કર્યો છે. સાથે જ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગકાંડ બાદ તપાસ સમિતિ અંગે ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે. હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી હતી. તેમજ આજે જ સુનાવણી માટે વિનંતી કરી હતી. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જે મામલે ગત સુનવણીમાં ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી.
જેમાં તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જાેખમ છે તેના કરતાં વધુ જાેખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે. સ્વયં શિસ્ત ન રાખવી એ આપણા કલ્ચરમાં છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા હતા. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/