અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પર
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોકટરોને આંખ, કાન, નાક, ગળા સહિત આશરે 58 પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે તા. 11 ના રોજ સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી 12 કલાક માટે હડતાલ પાડવામાં આવશે તે જાહેરાતના પગલે આજે અમરેલી સહિત ગુજરાતના હઝારો ડોક્ટરોએ એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. આજે કોરોના દર્દી અને ઇમરજન્સી સિવાય ઓપીડી સહિતની તમામ સેવાઓ આજે બંધ રહી હતી. આયુર્વેદના ડોકટરો હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળું અને દાંતની પણ સર્જરી કરી શકશે એવા કેન્દ્ર સરકારના નિર્ણયથી તબીબો નારાજ થયા હતા અને આજે એક દિવસ માટે બંધનું એલાન આપ્યું હતું.
Recent Comments