fbpx
ગુજરાત

આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીને અનુલક્ષીને પ્રદેશ નેતૃત્વ ની ચર્ચા વિચારણા

ગુજરાત રાજયમાં ગણતરીના દિવસો માં જ સ્‍થાનિક સ્‍વરાજયની
ચુંટણીઓ યોજાનાર છે, જેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ ખાતે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ગુજરાત કોંગ્રેસના તથા ગુજરાત પ્રદેશ કોગ્રેસ
પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના
નેતા પરેશભાઈ ધાનાણી સાથે અમરેલી જીલ્લા વર્તમાન પરિસ્‍થિતી ને
ઘ્‍યાને લઈ આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીમાં કોગ્રેસ પક્ષને
અમરેલી જીલ્લામાં સફળતા અપાવવા માટે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
ડી.કે. રૈયાણી, તથા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ
ભંડેરી દ્રારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને આગામી
સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીઓ જીતવા માટે પ્રદેશનેતા સાથે મળીને
રણનીતિ તૈયાર કરવામાં આવી.

Follow Me:

Related Posts