fbpx
ગુજરાત

સુરત જિલ્લાના બારડોલી ખાતે કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલનને સંબોધિતકરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને, દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાના બદઈરાદા સાથે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યા છે, તે ખૂબ દુઃખદ બાબત છે. સી.આર.પાટીલ

સત્તા વગર અધમુઈ બનેલી કોંગ્રેસ અને અન્ય વિપક્ષો અંગત સ્વાર્થ માટે અન્નદાતા એવા ખેડૂતોને પણ નથી બક્ષી રહ્યા તે શરમજનક છે. સી.આર.પાટીલ

કોંગ્રેસ એવા વહેમમાં છે કે, દેશનો ખેડૂત ઓછી બુદ્ધિક્ષમતા વાળો છે, માટે અમે કહીશું તેમ માની જશે, પરંતુ આજે દેશનો ખેડૂત પોતાના હિત-અહિત માટે જાગૃત બન્યો છે, તે કોંગ્રેસના ચંગુલ માં આવવાનો નથી. સી.આર.પાટીલ

હું ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ સુધારાઓને સમજી સહર્ષ આવકારવા બદલ અને ખેડૂતવિરોધી તત્વોની વાતોમાં ના આવવા બદલ અભિનંદન પાઠવું છું. સી.આર.પાટીલ

ખેડૂતોની મહેનત તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના કારણે આજે દેશ અને રાજ્યના ખેડૂત પ્રગતિશીલ બન્યા છે. સી.આર.પાટીલ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસના રાજમાં ગુલામીની ગર્તમાં ડૂબેલા, APMCની બહાર ઉપજ ન વેચી શકવા બંધાયેલા ખેડૂતોને પોતે પકવેલો માલ, પોતે ઈચ્છે ત્યાં વેચી શકવાની સ્વતંત્રતા આપી છે. સી.આર.પાટીલ

દેશના ખેડૂતો અને જનતાને મોદીજી ઉપર વિશ્વાસ છે કે, મોદીજી જે કાંઈ પણ નિર્ણય કરે તે દેશવાસીઓના હિતનો જ હોય. સી.આર.પાટીલ

સાફ નિયત અને સાચી નીતિને કારણે ભાજપાની સરકારમાં ખેડૂતોનો સાચો વિકાસ થઈ રહ્યો છે. સી.આર.પાટીલ

આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે તેમજ રાજ્ય સરકારના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ખેડૂત સંમેલનોને સંબોધિત કર્યા. આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલી બનાવાયેલા ખેડૂતહિતના કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રીઓ શ્રી ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સુરત, સાંસદઓ મનસુખભાઇ વસાવા, શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ધારાસભ્યશ્રીઓ, ખેડૂત અગ્રણીશ્રીઓ, સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસદમાં થયેલી ચર્ચા, વિમર્શ બાદ બહુમતીથી દેશના કરોડો ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પસાર થયેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને, દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાના બદઈરાદાસાથે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યા છે, તે ખૂબ દુઃખદ બાબત છે. સત્તા વગર અધમુઈ બનેલી કોંગ્રેસ અને અન્ય વિપક્ષો અંગત સ્વાર્થ માટે અન્નદાતા એવા ખેડૂતોને પણ નથી બક્ષી રહ્યા તે શરમજનક છે. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ એવા વહેમમાં છે કે, દેશનો ખેડૂત ઓછી બુદ્ધિક્ષમતા વાળો છે, માટે અમે કહીશું તેમ માની જશે, પરંતુ આજે દેશનો ખેડૂત પોતાના હિત-અહિત માટે જાગૃત બન્યો છે, તે કોંગ્રેસના ચંગુલ માં આવવાનો નથી. હવે દેશના ખેડૂતો અદ્યતન પદ્ધતિથી ખેતી કરવામાં અગ્રેસર બની રહ્યા છે, ખેડૂતો સમજુ બન્યા છે ત્યારે ખેડૂતવિરોધી તત્વો તેમના ખેડૂતોને ભ્રમિત કરવાના પ્રયાસમાં ક્યારેય સફળ થવાના નથી. હું ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ સુધારાઓને સમજી સહર્ષ આવકારવા બદલ અને ખેડૂતવિરોધી તત્વોની વાતોમાં ના આવવા બદલ અભિનંદન પાઠવું છું. પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનત તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના કારણે આજે દેશ અને રાજ્યના ખેડૂત પ્રગતિશીલ બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસના રાજમાં ગુલામીની ગર્તમાં ડૂબેલા, APMCની બહાર ઉપજ ન વેચી શકવા બંધાયેલા ખેડૂતોને પોતે પકવેલો માલ, પોતે ઈચ્છે ત્યાં વેચી શકવાની સ્વતંત્રતા આપી છે. પાટીલે જણાવ્યું હતું કે , દુર્ભાગ્યની વાત છે કે, આઝાદીના આટલા વર્ષો પછી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલા ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય કે જેની માંગણી ખુદ કોંગ્રેસે ભૂતકાળમાં કરેલી, અને આજે તે જ બાબતનો તેઓ વિરોધ કરી રહયા છે. કેન્દ્રની ભાજપા સરકાર તમામ પ્રકારની મંત્રણા કરી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની શંકા દૂર કરવા માટે તૈયાર છે ત્યારે કેટલાક તત્વો દ્વારા વટાઘાટોને નિષ્ફળ બનવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહયો છે. દેશના ખેડૂતો અને જનતાને મોદીજી ઉપર વિશ્વાસ છે કે, મોદીજી જે કાંઈ પણ નિર્ણય કરે તે દેશવાસીઓના હિતનો જ હોય. દેશભરના વિવિધ રાજ્યના ખેડૂતોએ કૃષિ સુધારાઓને આવકાર્યા છે, અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે, દેશના ખેડૂતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં અડીખમ ઉભા છે. પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે જાણે છે અને તેથી તેના નિવારણ માટેના સતત પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. દેશમાં સૌ પ્રથમ વખત દેશના કરોડો ખેડૂતોને વાર્ષિક રૂ.6 હજાર સન્માન નિધિ તરીકે આપવાની યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવી અને આજે કરોડો રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવાયા છે. વીમા કંપનીઓની અવરચંડાઈને જોતા રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસ્સાન સહાય યોજના લાવીને 3700 કરોડ રૂપિયા અતિવૃષ્ટિ અને અનવૃષ્ટિથી થયેલ પાકના નુકસાન માટે ખેડૂતોને સહાય પેટે આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની થોકબંધ ખેડૂત કલ્યાણની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. સાફ નિયત અને સાચી નીતિને કારણે ભાજપાની સરકારમાં ખેડૂતોનો સાચો વિકાસ થઈ રહ્યો છે. કિસાનવિરોધી કોંગ્રેસ અને અન્ય પક્ષો કે જે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમને ખુલ્લા પાડવા તેમજ ખેડૂતોને કૃષિ સુધારાઓમાં સમાવિષ્ટ તેમના હિતો અંગેની માહિતી આપવા માટે જનજાગરણના ભાગરૂપે આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે, રાજ્ય સરકારના કૃષિમંત્રી આર.સી.ફળદુએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ખેડૂત સંમેલનોને સંબોધિત
કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/