કેલોરેક્સ ગ્રૂપના વાર્ષિક કાર્યક્રમ ‘કેલફેસ્ટ 2020’ની પ્રથમ વર્ચ્યુઅલ આવૃત્તિ યોજાઈ
600થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેસ્ટિવલમાં યોજાયેલા શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો અમદાવાદ, 24 ડિસેમ્બર, 2020: કેલોરેક્સ ગ્રૂપની વાર્ષિક પરંપરાને આગળ વધારતા આ ગ્રૂપ દ્વારા સંચાલિત થતી ચાર શાળાઓએ ‘કેલફેસ્ટ 2020’ નામના મેગા ઇન્ટરસ્કુલ ફેસ્ટિવલ હેઠળ વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. હાલમાં ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને પહેલીવાર વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ પર યોજાયેલો આ કાર્યક્રમ ગુરુવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન ચાલ્યો હતો. કેલોરેક્સ ગ્રૂપના આ વાર્ષિક કાર્યક્રમમાં દેશના વિવિધ હિસ્સાઓમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે કેલોરેક્સ પબ્લિક સ્કુલ – રાજુલા, કેલોરેક્સ પબ્લિક સ્કુલ – ઘાટલોડિયા, ભરૂચમાં આવેલી નર્મદા કેલોરેક્સ પબ્લિક સ્કુલ, કેલોરેક્સ પબ્લિક સ્કુલ – મુંદ્રાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક ટીમે ભેગા મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ‘પ્રત્યેક બાળક વિશેષ છે, પ્રત્યેક બાળક આશીર્વાદરૂપ છે, પ્રત્યેક બાળકને તકની જરૂર છે’, એ મુજબના પોતાના મૂળભૂત સિદ્ધાંતને અનુરૂપ રહી કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત થતી શાળાઓ દ્વારા દર વર્ષે કેલફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં છટાદાર વક્તવ્ય, ઝૂમ વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ ડીઝાઇનિંગ (થીમ આધારિત), સંસ્કૃત શ્લોકોનું ગાન, ઇન્સ્ટ્રૂમેન્ટલ મ્યુઝિક (સોલો), માઇમ (સોલો), કાવ્યગાન, ફેશન ડીઝાઇનિંગ, યોગ, વાર્તા કહેવી, પોસ્ટરની રજૂઆત, કોઈ થીમ પર ઈ-કાર્ડ બનાવવા, વક્તૃત્ત્વ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ વગેરે સહિતની વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓના પુષ્પગુચ્છ સમાન બની રહ્યાં હતાં, જે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓનું અન્વેષણ કરવામાં અને તેને અભિવ્યક્ત કરવામાં મદદરૂપ થયાં હતાં. Glocal (ગ્લોબલ આઉટલૂક વિધ લૉક વેલ્યૂઝ – સ્થાનિક મૂલ્યોની સાથે વૈશ્વિક દ્રષ્ટિકોણ) લર્નરોના વિકાસ માટે એક તંદુરસ્ત અને સ્પર્ધાત્મક પ્લેટફૉર્મ પૂરું પાડવું એ તેનો મુદ્રાલેખ છે.સમગ્ર ભારતની ઓછામાં ઓછી 30 શાળાના વિદ્યાર્થીઓ આ વર્ચ્યુઅલ ઇવેન્ટનો હિસ્સો બન્યાં હતાં. આ ઉપરાંત, વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાંથી આવનારા 25 જેટલા મહાનુભાવો આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments