રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની નવી “ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧ ને આવકાર
નવી ગુજરાત સોલાર પાવર પોલિસી 2021 ને આવકારતા જિલ્લા ભાજપ અગ્રણી રીતેશ સોની
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાતભરના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી આવે અને દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ ની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જાહેરાત કરી છે.
રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની નવી “ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧”ની જાહેરાત થી નવી પરંપરાગત સ્ત્રોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો થશે અને પર્યાવરણપ્રિય શુદ્ધ વીજ ઉત્પાદનને વધુ વેગ મળશે
આ સાથે જ નવી સોલાર પાવર પોલિસીથી લઘુ અને મધ્યમ ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ ઘટશે જેથી ઊદ્યોગોની પ્રોડક્ટ દુનિયાના માર્કેટની હરીફાઈમા ઊભી રહી શકે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થશે.
નવી સોલાર પોલીસી અંતર્ગત રાજ્યમાં કોઈપણ વ્યક્તિ, ડેવલોપર કે ઉદ્યોગ પોતાની જમીન અથવા પોતાની પ્રીમાઈસીસમાં કોઈપણ પ્રકારની લીમીટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. ગ્રાહકો તેમની છત કે જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે તેમની છત કે જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. નવી સોલર પાવર પોલીસી પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. આ નીતિ હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે.
નવી સોલાર પાવર પોલિસી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.
રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧” ને અમલમાં મૂકવા જઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આ નવી પોલિસીની જાહેરાત ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કરી હતી.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી – ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. આ જ અભિગમને રાજય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ કલીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજયને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલીસી-૨૦૨૧ ની જાહેરાત કરવામાં આવી છે જે આવનાર સમયમાં રિન્યુએબલ ઉર્જામાં દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહિ, લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે. આ પોલીસી હેઠળ, કોઈપણ વ્યક્તિ, વિકાસકર્તા (developer), ગ્રાહક, ઇન્ડસ્ટ્રીઝ જરુરીયાત મુજબ, ક્ષમતાની મર્યાદા વિના, સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરી શકે છે જ્યારે હાલના મંજૂર થયેલ લોડ કે કરાર માંગની 50% ની મર્યાદા દૂર કરવામાં આવી છે.
આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે, દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. ફરીથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ ખૂબ અભિનંદન.
Recent Comments