fbpx
ગુજરાત

આમિર ખાન માટે વન અધિકારીઓએ સિંહોને કલાકો સુધી બંધક બનાવ્યા આમિર ખાન સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજ.હાઈકોર્ટના જસ્ટિસને પત્ર લખાયો

ગુજરાતમાં અવાર નવાર જાણીતા અભિનેતાઓ આવતા રહે છે અને ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લેતા રહે છે. ત્યારે ૨૬ ડિસેમ્બરના રોજ સવારે બોલિવૂડ અભિનેતા આમિર ખાન પણ ગુજરાત આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે સાસણ ગયો હતો. આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણ ગીરમાં ફરવા માટે ગયો હતો અને આ દરમિયાન તેણે જંગલમાં એશિયાટીક સિંહોના દર્શન કર્યા હતા. આમિર ખાને સાસણ ગીરમાં ત્રણ કલાક સુધી સિંહ દર્શન કર્યા હતા આ દરમિયાન નવ વિભાગની આખી ટીમ ત્યાં હાજર રહી હતી. પરંતુ હવે આ મામલે આમીરના કાફલા સહિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આમીરખાનની સાસણ મુલાકાતને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ છે. જેમા વન વિભાગે અભિનેતા માટે ગેરકાયદે સિંહદર્શન કરાવ્યાનો આરોપ લાગ્યો છે. જેથી અરજીકર્તાએ આમીર ખાનનાં કાફલા સહિત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, કલાકો સુધી વન્યપ્રાણીઓને અભિનેતા માટે બંદી બનાવવામાં આવ્યા હતા.
બોલિવૂડ ફિલ્મ સ્ટાર આમીરખાન સાસણગીર મુલાકાત મામલે સામાજિક કાર્યકરે હાઇકોર્ટમાં ફરીયાદ કરી છે કે, આમીરખાનની સાસણ મુલાકાત દરમિયાન વન વિભાગે ગેરકાયદે સિંહ સિંહણો રસ્તા પર મુકયા હતા. અને કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવ્યા હતા. સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી ભનુ નાગા ઓડેદરાએ ગુજરાત હાઇકોર્ટમાં અભિનેતા સહિત વન વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/