fbpx
ગુજરાત

માધવસિંહ મિત્ર વર્તુળો અને પુસ્તકોથી હમેશા ઘેરાયેલા રહેતા હતાઃ શંકરસિંહ વાઘેલા

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ માધવસિંહ સોલંકી વિશે એક નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીએ લગભગ એક સદીનો ઇતિહાસ રચ્યો છે. માધવસિંહ સોલંકીનું નામ ગુજરાતના વિકાસમાં પાયો કહી શકાય તેમ છે. એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી તેમના ઘરની અંદર એક વૈભવી એવી લાઈબ્રેરી ધરાવતા હતા, તેઓ વાંચવાના શોખીન હતા.
માધવસિંહ સોલંકી મિત્ર વર્તુળો અને પુસ્તકોથી હમેશા ઘેરાયેલા રહેતા હતા, પરંતુ હવે આપણી વચ્ચે નથી તેનું મને સખત દુઃખ છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી આટલી ઉંમરે પર નિયમિત રીતે વહેલી સવારે ઉઠી જતા હતા. એટલુ જ નહિ, નિત્યક્રમ મુજબ તેઓ પોતાના ઘરમાં કામ પણ કરતા હતા. સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાના નિત્યક્રમને કારણે વહેલા પરવારી તેઓ વાંચનની પ્રવૃત્તિ કરતા હતા. માધવસિંહને વાંચનનો બહુ જ શોખ હતો. માધવસિંહ સોલંકીએ પોતાના જ નિવાસસ્થાનમાં ભોંયરામાં માધવસિંહે લાઈબ્રેરી બનાવી હતી. તેઓ નિયમિત રીતે ત્રણથી ચાર કલાકનું વાંચન કરતા હતા.
માધવજીભાઈ વાંચતા હોય ત્યારે એટલા બધા મગ્ન થઈ જતા કે, બાજુમાંથી કોઈ પસાર થાય તો પણ તેમને કંઈ ખબર ન પડે. એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી તા. ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સુંદર વક્તા, વાત કરવામાં વિચક્ષણ અને વહીવટીતંત્ર પર જબરદસ્ત પકડ ધરાવતા માધવસિંહ સોલંકી ‘ખામ’ થિયરી માટે જાણીતા છે. તેઓ એટલા જ જાણીતા તેમની અબ્રાહમ લિંકન વિષેની જાેક્સના કારણે છે. ૧૯૮૪-૮૫માં તેમની સરકાર સામે અનામત વિરોધી આંદોલન આવ્યું. આંદોલનને કચડી નાખવાના સરકારના સખત પ્રયાસને કારણે પોલીસે ગોળીબારો કરવા પડયા. કેટલાંય મોત નીપજ્યા. દિવસોથી સુધી ગુજરાત કરફ્યૂમાં કેદ રહ્યું. પાટીદારો- નારાજ થઈ ભાજપ તરફ વળ્યા પરંતુ ઓબીસી વર્ગ માટે માધવસિંહ ‘મસીહા’ તરીકે જ જાણીતા રહ્યા. તેઓ વાંચનના શોખીન અને વિદ્વાન છે. તેમની પાસે કોઈ મુખ્યમંત્રી પાસે નહીં હોય તેવી વિશાળ અંગત લાઈબ્રેરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/