fbpx
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાતઃ જીતુ વાઘાણીની બાદબાકી


નવી ટીમમાં મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ ૧૩ સભ્યો છે. આ ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે.

ભાજપા પ્રદેશ પ્રમુખ પાટિલ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) ના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાજપે તડામાર તૈયારીઓ કરી લીધી છે. અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખે ગુજરાત બીજેપીમાં ધડમૂળથી ફેરફાર કર્યા છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સિવાય ૭ જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ૧૩ સભ્યોને અપાયું સ્થાન
૧. સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ)
૨. વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
૩. નીતિન પટેલ (ના.મુખ્યમંત્રી)
૪. પુરુષોત્તમ રૂપાલા
૫. આરસી ફળદુ
૬. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા
૭. જશવંતસિંહ ભાભોર
૮. ભીખુભાઈ દલસાણિયા
૯. રાજેશ ચૂડાસમા
૧૦. કાનાજી ઠાકોર
૧૧. સુરેન્દ્ર પટેલ
૧૨. કિરીટ સોલંકી
૧૩. પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/