fbpx
ગુજરાત

કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપી જાેડાણ નહીં કરે તો ૨૪ બેઠક પરથી લડીશુંઃ આઠવલે

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે બુધવારે વડોદરાની ટૂંકી મુલાકાત લીધી હતી. જે દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે વડોદરામાં અમારો પક્ષ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા) ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા ઈચ્છે છે. જેમાં વડોદરાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પૈકી ૬ વોર્ડની ૨૪ બેઠકો પર અમારા ઉમેદવારો નક્કી કરેલા છે. જાે ભાજપ ગઠબંધન નહીં કરે તો આરપીઆઈ સ્વતંત્ર રહીને ચૂંટણી લડશે તેવી ચિમકી પણ આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, આપણા દેશમાં કોરોનાની બન્ને વેક્સિન બનેલી છે. જે સંપૂર્ણ સુરક્ષિત છે. આ વેક્સિનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ સહિતની ઉત્પાદક કંપનીઓની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ આ વેક્સિનને ભાજપ અને એનડીએની વેક્સિન કહે છે. પરંતુ આવુ કહેવુ બિલકુલ ખોટુ છે. આ કોઈ રાજકીય વેક્સિન નથી. બધાએ લેવી જાેઈએ. જાે કોંગ્રેસ આને ભાજપ કે એનડીએની વેક્સિન કહે છે જાે તેમના નેતાઓને જીવવુ હોય તો વેક્સિન લે નહીં તો ન લે.

આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આઠવલેએ આજની પત્રકાર પરિષદને સંબોધતા એવુ કહ્યુ હતુ કે, કેન્દ્ર કક્ષાએ આરપીઆઈ અને ભાજપનુ ગઠબંધન છે. આગામી સમયમાં ગુજરાતમાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં આરપીઆઈ જંગ લાડવા તૈયાર છે. જે માટે ભાજપ સાથે અહીં પણ ગઠબંધન કરવા ઈચ્છીએ છીએ. જેને લઈને ચૂંટણીની તૈયારીઓના ભાગરૃપે આજે સયાજીગંજ ખાતેના મનુભાઈ ટાવરમાં આરપીઆઈની ઓફિસનુ મે લોકાર્પણ કર્યુ છે. વડોદરા શહેરમાં ૧૯ ચૂંટણી વોર્ડ અને ૭૬ બેઠકો છે. જે પૈકી ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ભાજપ સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ. જાે ભાજપ ગઠબંધન કરે તો આ બેઠકો પર અમારા ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે. અને અન્ય બેઠકો પર ભાજપનો અમે પ્રચાર કરીશુ. કોર્પોરેશનમાં ભાજપનુ જ શાસન આવવુ જાેઈએ.

Follow Me:

Related Posts