fbpx
ગુજરાત

સુરતમાં કોરોના વૅક્સીનથી સાઈડ ઈફેક્ટનો ડર, ૩ દિવસમાં ૧૮૦ ડોઝ બરબાદ

કોરોના સામેની જંગ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જીવલેણ મહામારીને હરાવવા માટે અનેક મહિનાઓની આતુરતા બાદ હવે વૅક્સીન મળી ગઈ છે. જાે કે વૅક્સીન પ્રત્યે લોકોમાં ફેલાયેલા ભ્રમ અને ઉદાસીનતાના કારણે અનેક ડોઝ બરબાદ પણ થઈ રહ્યાં છે. સુરતમાં અત્યાર સુધી ૩ દિવસ સુધી વૅક્સીનેશન અભિયાન ચાલ્યું છે, ત્યાં ૧૮૦ ડોઝ ખરાબ થઈ ગયા છે. રસી આપવા માટે નક્કી કરાયેલા લોકોને મેસેજ મળ્યા છતાં તેઓ વૅક્સીનેશન સેન્ટર્સ સુધી ના પહોંચવાના કારણે ૧૮૦ ડોઝ બરબાદ થઈ ગયા છે.
નક્કી કરેલા લોકોના સમયસર બૂથ પર ના આવવાથી ખુલ્લા રહેલા વાયલમાં બચેલો ડોઝ કોઈ કામમાં નથી આવતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૅક્સીનેશન અભિયાનની શરૂઆતમાં જ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વૅક્સીનનું એક ટીપું પણ બરબાદ ના થવું જાેઈએ. આથી આપણે પણ આપણી જવાબદારી નિભાવવાની છે. જેથી વૅક્સીન વધુમાં વધુ લોકોના કામમાં આવી શકે.
જણાવી દઈએ કે, શહેરમાં વૅક્સીનેશનના પ્રથમ દિવસ ૧૬ જાન્યુઆરીએ અલગ-અલગ સેન્ટર પર ૪૩ ડોઝ, ૧૯ જાન્યુઆરીએ ૬૩ ડોઢ અને ૨૧ જાન્યુઆરીએ ૭૪ ડોઝ બરબાદ થઈ ગયા. હવે રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી પણ વૅક્સીનના ડોઝ ખરાબ થવાના સમાચાર મળી રહ્યાં છે. મેસેજ મોકલવા છતાં લોકો વૅક્સીન લેવાનું ટાળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ સાઈડ ઈફેક્ટનો ડર છે. જાે કે મેડિકલ એક્સપર્ટ પહેલા જ કહીં ચૂક્યાં છે, આ વૅક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે.

Follow Me:

Related Posts