fbpx
ગુજરાત

ગુજરાતમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાંથીધોરણ૧૨ની પરીક્ષામાં સૌ પ્રથમ પરિક્ષાર્થી બનશે દિવ્યાંગ દીકરી કલગી રાવલ

સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ૧૨ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ દીકરી કલગી રાવલ પણ પરિક્ષાર્થી બનશે, કોરોનાના ૯ મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા હતા તયારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને એનઆઈઓએસની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડનીપરીક્ષા તો મે માં યોજાશે પણ ગુજરાત માં સૌથી પહેલા નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ૧૨ની ઓક્ટોબરમાં મોકૂફ રહેલી પરીક્ષા ૨૭ જાન્યુઆરીથી યોજાઈ રહી છે, આ પરીક્ષા માટે અમદાવાદની દિવ્યાંગ કલગી રાવલે પણ ફોર્મ ભર્યું હતું અને કોરોનાના સમય દરમિયાન ઘેર બેસીને કોઈ પણ શિક્ષક કે શાળા સિવાય જાતે મોબાઈલના માધ્યમથી પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી કરી હતી,
કલગી રાવલ એ અમદાવાદ ની પહેલી વિદ્યાર્થીની છે કે, જે ધોરણ ૧૦ પછી સીધી ધોરણ૧૨ ની પરીક્ષા આપશે, કલગી એ પહેલી વિદ્યાર્થીની છે કે જે કોરોના સમયમાં યોજાનારી ધોરણ૧૨ ની નેશનલ ઓપન સ્કૂલિંગની પરીક્ષામાં બેસશે. કલગી એ અગાઉ પણ ધોરણ ૫ સુધી સામાન્ય શાળામાં અભ્યાસ કર્યા બાદ ડાયરેકટ ધોરણ૧૦ ની પરીક્ષા ગુજરાત બોર્ડમાંથી આપી હતી, તે પછી સીધી જ ધોરણ૧૨ ની નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી પરીક્ષા આપી રહી છે, એટલે કે ધોરણ૧૦ માં ગુજરાતના સામાન્ય વિદ્યાર્થીઓ સાથે કલગી રાવલે હરીફાઈ માં રહી ને ધોરણ૧૦ માં ૭૬ ટકા સાથે પાસ થઈ હતી,
હવે સીધી જ ધોરણ ૧૨ માં એનઆઈઓએસ માં દેશભરના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ માં પરીક્ષા આપશે. આખા ગુજરાતમાં ચાલતી વિવિધ અંધ શાળાઓમાં અંગ્રેજી માધ્યમ નો અભ્યાસ કરાવવામાં આવતો નથી તયારે કલગીએ પહેલા ધોરણ થી જ અંધશાળા ને બદલે સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે, કલગી ની શૈક્ષણિક કારકિર્દી માં તેણે કયારેય અંધ વ્યક્તિ માટેની બ્રઇલ લિપિમા અભ્યાસ કર્યો નથી પણ ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગની સાથે પરિવાર અને મિત્રોની મદદથી આગળ વધી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/