fbpx
ગુજરાત

રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાને સરકારની લીલીઝંડી પ્રથમ ફેબ્રુઆરીથી ધો-૯ અને ધો ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ થશે


ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ હવે પછી તારીખ જાહેર કરાયા બાદ ચાલુ કરવામાં આવશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ ૧ ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર ૯ થી ૧૨ ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં ૧૦ મહિના બાદ ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ થવાના છે. ચાલુ મહિને જ ધોરણ ૧૦ અને ૧૨ નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ધોરણ ૯ અને ૧૧ તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે ર્નિણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ વિશે કહ્યું કે, ચાલુ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી જ બાળકોની હાજરી જાેવા મળી છે. વાલીઓેએ પણ સંમતિ પત્રક મોટા પ્રમાણમાં આપ્યા છે. દિવસેને દિવસે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક માં ર્નિણય લેવામાં આવ્યો છે ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો શરૂ કરશે. જેમાં શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની ર્જીંઁ અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
તો સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે ૧ ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ક્લાસીસ સંચાલકોની રજૂઆત બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી ર્નિણય લીધો છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ૧ ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ ૯ થી ૧૨ના ટ્યુશન ક્લાસીસને મંજૂરી આપવામાં આવી છે. જાેકે, ટ્યુશન સંચાલકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી બની રહેશે.
ધોરણ ૯ થી ૧૧ના વર્ગો શરૂ કરવાના સરકારના ર્નિણયને તબીબોએ આવકાર્યો
રાજ્યમાં ધોરણ ૯ થી ૧૧ના વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે. ત્યારે તબીબોએ સરકારના આ ર્નિણયને આવકાર્યો છે. વરિષ્ઠ તબીબ ડૉ. એમ એમ પ્રભાકરે જણાવ્યું કે ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો સરકારનો ર્નિણય યોગ્ય છે. ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થયા બાદ તે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. હવે માધ્યમિક સ્કૂલો શરૂ થવાનો સમય આવી ગયો છે. વાલીઓએ ડર્યા વગર તેમના બાળકોને સ્કૂલે મોકલવા જાેઇએ તેમ ડો. પ્રભાકરે જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/