fbpx
ગુજરાત

ગુજરાતનાં બે બાળકો જીત્યા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, વડાપ્રધાને પાઠવી શુભકામના

અમદાવાદની ૧૪ વર્ષની રોલર સ્કેટર ખુશી પટેલ અને રાજકોટનો ૧૭ વર્ષનો તરવૈયો મંત્ર હરખાણી ગુજરાતમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૨૧ના વિજેતા બન્યા છે. ૧૪ વર્ષના સ્કેટર ખુશી પટેલે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના માટે તેને આ સન્માન મળ્યું છે. ખુશી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં ૧૧માં ધોરણમાં કોમર્સનો અભ્યાસ કરી રહી છે. જ્યારે સ્વિમિંગ માટે રાજકોટના ૧૭ વર્ષના મંત્ર હરખાણી પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૨૧ ના વિજેતાના રૂપમાં સામે આવ્યાં છે.
તમને જણાવી દઇએ કે, મંત્ર ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. ચાર વર્ષની ઉંમરથી સ્કેટિંગ કરી રહેલી ખુશીએ જણાવ્યું કે, ‘શરૂઆતમાં બુનિયાદી સુવિધાઓની ઉણપને કારણે તેને અભ્યાસ કરવામાં મુશ્કેલી થતી હતી. પરંતુ સમયની સાથે સાથ કેટલાંક સારી સ્કેટિંગ રિંગ અમદાવાદમાં બનાવી દેવાઇ. જેનાથી તેને યોગ્ય સુવિધા મળવા લાગી. વર્ષ ૨૦૨૦માં ૧૪ વર્ષની ઉંમરમાં ખુશી અન્ડર -૧૯ વય જૂથમાં સૌથી ઓછી ઉંમરની પ્રતિભાગી હતી,
જ્યાં તેને ચોથું સ્થાન હાંસલ થયું હતું. આ સાથે આ વર્ષે તેને ફ્રાંસમાં આયોજિત કલાત્ક સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ બંને વિજેતાઓને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. તેઓએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, ‘પ્રતિભાશાળી ખુશી પટેલે ભારતને ગૌરવ અપાવ્યું છે. અમદાવાદની રહેનારી યુવા સ્કેટિંગ ચેમ્પિયને જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશીપમાં અનેક પદ હાંસલ કર્યા છે. તેને આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

Follow Me:

Related Posts