fbpx
ગુજરાત

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ લોકો સુધી પહોંચવા કાૅંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે



ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોશિયલ મીડિયાને મજબૂત કરવા માટે કાૅંગ્રેસ પાર્ટીએ કવાયત હાથ ધરી છે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા સહિત આગેવાની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ પ્રસંગે કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, કાૅંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા થકી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ચૂંટણી ગજવવા અંગે રણનીતિ બનાવી છે. યુવા વર્ગને આકર્ષિત કરવા માટે કાૅંગ્રેસ આ વખતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે. સોશિયલ મીડિયા બેઠક દરમિયાન કાૅંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કહ્યુ હતુ કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં પણ સોશિયલ મીડિયાનો લાભ મળ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણી વખતે ‘કાૅંગ્રેસ આવે છે’ કેમ્પેઇથી ભાજપ સોશિયલ મીડિયાથી ડરી ગયું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હોય, તેની બી ટીમ, સી ટીમ હોય કે પછી કોઈ અન્ય ટીમ, પ્રજા કાૅંગ્રેસને મોટા વિકલ્પ તરીકે જાેઈ રહી છે. કાૅંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં એક સાથે અનેક લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ‘હેલ્લો’ અભિયાનનો સારો પ્રતિસાદ મળ્યો છે. આવનારા દિવસોમાં એની માહિતી પણ મીડિયા સમક્ષ લાવીશું. મહત્ત્વપૂર્ણ છે કે કાૅંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ‘કાૅંગ્રેસ આવે છે’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘વિકાસ ગાંડો થયો છે’ કેમ્પેઇન પણ શરૂ કરાયું હતું. એવી જ રીતે ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કાૅંગ્રેસે યુવા વર્ગને આકર્ષિત કરવા માટે ‘હેલ્લો’ કેમ્પેઇન લોંચ કર્યું છે.

હેલો કેમ્પેઇનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં ચૂંટણી પંચ તરફથી રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત, ૮૦ નગરપાલિકા અને ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી ૨૧ ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન ૨૮ ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે ૨૩ ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી ૨જી માર્ચ રાખવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/