fbpx
ગુજરાત

અમદાવાદમાં મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ



કહેવાય છેને કે ‘શોખ બડી ચીઝ હૈ’ કેટલાક શોખીન લોકો શોખ પૂરો કરવા માટે કંઈપણ કરતા હોય છે. આવો એક કિસ્સો શહેરના મણિનગર વિસ્તારમાં જાેવા મળ્યો છે. જ્યાં આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જાેકે, તેઓની મજામાં પોલીસે આવીને ભંગ પાડ્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મી ભવન બંગલામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાની રોકડ-મોબાઈલ મળી રૂ.૭૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મણિનગર પોલીસને બાતમી મળી હતી કે, ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે.

બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાના પહેલા માળે દરવાજાે બંધ હતો. દરવાજાે ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી દરોડો પાડતાં બેડરૂમમાં ૫૦થી ૭૦ વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમતી હતી.
ઝડપાયેલ મહિલાઓની યાદી
મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉં.વ.૭૦),
કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં.વ.પ૦) બંને (રહે. લક્ષ્મી ભવન, મણિનગર),
મીનાબહેન લીલારામ મેઘાણી (ઉં.વ.પર, રહે. અંબાજી મંદિર અંદર, ઠક્કરનગર),
તુલસીબહેન ગોપાલદાસ તણવાણી (ઉં.વ.પ૪, રહે. ગણપતિ ગલી, દક્ષિણી, મણિનગર),
તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (ઉં.વ.પ૦, રહે. હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા),
માયાબહેન જેઠાનંદ ચાવલા (ઉં વ.પ૮, રહે. જી-વોર્ડ, કુબેરનગર),
વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (ઉં.વ.૭૦, રહે. અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર, મણિનગર)
કૌશલ્યાબહેન રાજેશભાઇ જંજાણી (ઉં.વ.૬૦, રહે. બગીચા ગલી, ઠક્કરનગર) ની રૂ.૨૫ હજારની રોકડ અને રૂ.૪૭,૩૦૦ના છ મોબાઈલ મળી કુલ રૂ.૭૨,૩૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/