fbpx
ગુજરાત

સુરતની જૂની આરટીઓ નજીક કારમાં આગ લાગતા અફડાતફડી, કાબૂ મેળવાયો



સુરતના જૂની આરટીઓ કચેરી નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાવીર હોસ્પિટલની પાછળ પદ્મપલ્લી સોસાયટીની સામે કારમાં આગ લાગી હોય છે. રસ્તા પર દોડતી ઝ્રદ્ગય્ કારમાં આગ લાગી જતાં અફડાતફડીનો માહોલ સર્જાય છે. સ્થાનિકોએ કારના બોનેટમાં ધુમાડા નીકળતા હોવાની જાણકારી આપતાં કાર ચાલક બહાર નીકળી ગયા હોય છે. જેથી તેનો બચાવ થાય છે.

એસેન્ટ કંપનીની કારમાં આગ લાગ્યાની જાણકારી મળતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવે છે. સુરતના જૂની આરટીઓ વિસ્તારમાં આવેલી પદ્મમપલ્લી સોસાયટીમાં કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા આસપાસમાં રહેતા લોકો અને પસાર થતાં લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે બોનેટ સિવાયના કારના ભાગને નૂકસાન ઓછું થયું હતું. એસેન્ટ સીએનજી કાર નંબર જીજે ૫ સીઆર ૧૭૭૮ના માલિક અજીત શાહ હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts