સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયા
મતગણતરીની તારીખ એક જ રાખવા કરાઈ રજૂઆત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જાેઈએ એવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ ૨૦૧૫માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છે. ચૂંટણીપંચના આ ર્નિણયને અમે કોર્ટમાં પડકારીશું.
Recent Comments