fbpx
ગુજરાત

વડોદરામાં મોબાઈલ માટેના પાર્સલમાંથી સાબુ નીકળતા એમેઝોનને નોટિસ

હાલ કોરોના વાયરસની મહામારીને કારણે ઓનલાઇ વસ્તુઓ ખરીદવાનું ચલણ વધ્યું છે. જેના કારણે અનેક સાયબર ફ્રોડ પણ વધવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં પત્નીને બર્થડે ગિફ્ટ આપવા માટે પતિએ ઓનલાઇન મોબાઇલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, પાર્સલમાંથી ફોનના બદલે સાબુ નીકળતા પતિએ પોલીસ ફરિયાદ કરી છે. જે બાદ પતિએ એમેઝોન કંપનીને પણ નોટિસ પાઠવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના જેતલપુર રોડ પર રહેતા વિરલ મહેશભાઇ બ્રહ્મભટ્ટ ખાનગી કંપનીમાં એડમિન એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરે છે. પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પત્નીને જન્મદિને ગિફ્ટમાં મોબાઇલ ફોન આપવો હતો. જેથી, મેં એમેઝોનમાંથી એક મોબાઇલ ફોન મંગાવ્યો હતો. મેં મારા ક્રેડિટ કાર્ડથી ૨૧મી તારીખે ૧૨,૬૯૯ રૂપિયાનું પેમેન્ટ કરતા કંપનીએ મારો ઓર્ડર સક્સેસ ફૂલ એક્સેપ્ટ કર્યો હતો. ફોનની ડિલીવરી આગામી ૨૫મી તારીખ જણાવી હતી પરંતુ ૨૩મી તારીખે ઓફિસના એડ્રેસ પર ડિલીવરી બોય આવીને પાર્સલ આપી ગયો હતો.
પાર્સલ ખોલતા સમયે મેં તેની વીડિયોગ્રાફી કરી હતી. પાર્સલ ખોલતા અંદરથી મોબાઇલ ફોનના બદલે સાબુ નીકળ્યા હતા. મેં મારું ઇ મેલ એકાઉન્ટ ચેક કરતા એમેઝોન કંપની તરફથી મોકલવામાં આવેલા મેલમાં સ્પષ્ટ લખેલુ હતું કે,તમે મંગાવેલા મોબાઇલ ફોનની ડિલીવરી થઇ ગઇ છે. જેમાં આ ફોન સોલ્ડ બાય દર્શાતી આશિયાના પ્રા.લિ. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, રાજાેડા ગામ, તા.બાવળા, જિ.અમદાવાદ દ્વારા ફોન મોકલવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/