fbpx
ગુજરાત

૬૦ હજારમાં ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને યુવક લૂંટાયો

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. ૩.૯૫ લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ છે. યુવક પાસે ૨૩થી વધુ વખત બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરાવ્યા હતા. યુવકે પૈસા ભરવાની ના પાડતા શખ્સે મોબાઈલ બંધ કરી દીધો હતો. યુવકની ફરિયાદના આધારે સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસ્ત્રાલમાં આવેલી અન્નપૂર્ણાં રેસિડેન્સીમાં જતીન પટેલ પરિવાર સાથે રહે છે. જતીન હાલમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જતીન બીજી નોકરીની શોધખોળ કરતો હતો. દરમિયાન તેના કાકાએ તેને વોટ્‌સએપ પર મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો અને ઓએનજીસીમાં ભરતીની વાત કરવા કહ્યું હતું.

જતીને આ ફોન નંબર પર વાત કરતા મનુભાઈ નામની વ્યક્તિએ મારા મામાજી વાસુભાઈ ઓએનજીસીમાં નોકરી કરે છે, અને ૧૮ લાખ પગાર છે તેમ જણાવ્યું હતું. સાથે એવું પણ કહ્યું હતું કે, તેમની સારી ઓળખાણ છે, તેઓ નોકરી અપાવી દેશે. આ રીતે તેણે જતીનને પણ નોકરીની લાલચ આપી હતી. જતીને નોકરી માટે પૂછતાં રૂ. ૬૦ હજાર ભરવાના રહેશે અને આ બાબતે તેના કાકાને જાણ ન કરવા કહ્યું હતું. બાદમાં અલગ અલગ રકમો માંગવામાં આવી હતી. એક દિવસ વડોદરા ઓએનજીસીમાંથી કોઈ ભાર્ગવ નામની વ્યક્તિએ ફોન કરી પૈસા ભરી દો એટલે તમને કૉલ લેટર મળી જશે તેમ કહ્યું હતું.

આવી અલગ અલગ રકમો કુલ ૨૩ વખત ભરાવી કુલ. ૩.૯૫ લાખ જતીનભાઈ પાસેથી ખંખેરી લીધા હતા. કૉલ લેટર ન મળતા જતીને પૈસા ભરવાનું બંધ કર્યું હતું. વાસુભાઈએ ફોન કરી છેલ્લા ૪૦ હજાર ભરો એટલે કૉલ લેટર મળશે કહ્યું હતું, પરંતુ જતીને ના પાડી દીધી હતી. જે બાદાં તેમને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી જતીને સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે આ અંગે જતીનભાઈની ફરિયાદ નોંધી જે નંબરો પરથી ફોન આવતા હતા તે નંબર અને જે એકાઉન્ટમાં જતીનભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા તેના આધારે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/