fbpx
ગુજરાત

ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહા સીબીઆઈના ડિરેક્ટર બન્યા

ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહા ૨૦૧૮થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને ૨૦૧૫માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી (પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.
જાન્યુઆરી ૨૦૧૭માં ગુજરાત કેડરના ૧૯૯૪ બેચના આઈપીએસ અધિકારી મનોજ શશીધરની સીબીઆઈના જાેઇન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી તેમ જ ૨૦૦૪ બેચના આઈપીએસ ગગનદીપ ગંભીરની સીબીઆઈમાં બદલી કરાઈ હતી, જે આઈપીએસ અધિકારી હાલ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts