fbpx
ગુજરાત

રાજ્યમાં આજથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગોનો થશે શુભારંભ

ગુજરાતમાં આજથી કોલેજાેના વર્ગો શરૂ થશે. કોલેજના પ્રથમ વર્ષના વર્ગો સોમવારથી શરૂ કરવામાં આવશે. ધોરણ ૧૨ પાસ કર્યા પછી એક વર્ષથી કોલેજના કલાસ ભરવાની રાહ જાેતા વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો છે. જીવલેણ કોરોના મહામારીને લઇ કોલેજાેમાં પણ શૈક્ષણિક કાર્ય ઠપ થઇ ગયું હતું. ફરી કોલેજાે ફરી શરૂ થવાનુ જાણીને વિદ્યાર્થીઓને ઉત્સાહ પણ બેવડાઇ ગયો હતો.

વિદ્યાર્થીઓ કોલેજમાં જઇને કોરોનાની ગાઇડ લાઇનને અનુસરવી પડશે. સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ ઉપયોગ કરવો પડશે. રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજાે શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજાેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂનઃ શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ ર્નિણયની વધુ વિગતો આપી હતી.

Follow Me:

Related Posts