પ્રેમલગ્ન બાદ પતિ જુગારીયો છે તેવું સામે આવતા યુવતીએ નોંધાવી ફરિયાદ

મણિનગરમાં રહેતી એક યુવતીએ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ રોજ અલગ અલગ લોકો પૈસાની માગણી સાથે આવતા યુવતીને જાણ થઈ હતી કે તેનો પતિ જુગારિયો છે અને તેણે અત્યાર સુધીમાં કેટલાય પૈસા જુગાર પાછળ ખર્ચી નાખ્યા છે. જાેકે પતિ, સાસરિયાએ દહેજની માગણી કરી ત્રાસ આપવાનું ચાલુ રાખતા કંટાળીને યુવતીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, લગ્ન બાદ પાંચ લાખ તેના પતિ અને સાસુને આપ્યા હતા. પતિએ પત્ની નોકરી કરતી હોવાથી તેના નામે આઈફોન ખરીદ્યો હતો. આ ફોન ઘરમાં મળતો ન હતો તેથી તપાસ કરતા પત્નીને જાણવા મળ્યું હતું કે, તેના પતિએ તેના નામે લીધેલો આઈફોન પતિએ કોઈને વેચી તેના આવેલા પૈસા જુગારમાં હારી ગયો હતો.
Recent Comments