fbpx
ગુજરાત

અમદાવાદ અને મોરબીમાં રૂ૨૨ કરોડથી વધુની કરચોરી ઝડપાઈજીએસટી વિભાગ દ્વારા કરચોરી કેસમાં ૫ લોકોની ધરપકડ

સરકાર દ્વારા વિવિધ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા આંકડા અને સૂચનાઓના આધારે જીએસટી ચોરી રોકવા માટે સતત પગલા ભરી રહી છે, ત્યારે ગુજરાતમાંથી મોટી કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ૨૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતની કરચોરી કેસમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ મોરબી સિરામિક ઉદ્યોગનું હબ મનાય છે. જ્યાં કરોડો રૂપિયાની લેવડ-દેવડ થતી હોય છે.

જેને પગલે સરકારી એજન્સીઓની ચાંપતી નજર રહેતી હોય છે. જેમાં મોરબીમાંથી સિરામિકનો માલ-સામાન બિલ વગર બહાર મોકવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ૩૯,૮૯,૦૦,૦૦૦ લાખ રૂપિયાનો માલ બારોબાર બિલ વિના મોકલીને ૭ કરોડ ૧૮ લાખ રૂપિયાની કરચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું. જ્યારે મોરબીના બોગસ બિલિંગના કૌભાંડમાં સામેલ ધ્રુવ વરોનેશિયા, કિશન અઘારા, અવિનાશ માકાસાણા અને ધવલ ફૂલતરિયાની ધરપકડ કરી હતી.

આ ટોળકીએ અત્યાર સુધીમાં ૧૩૦૫ ટ્રકો ભરીને માલની હેરફેર કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આજ રીતે અમદાવાદમાં પણ પાન-મસાલા બિલ વિના સપ્લાય કરવામાં આવતા હતા. જેના પર જીએસટી વિભાગની ટીમે કાર્યવાહી કરતાં કુલ ૧૫ કરોડ ૩૧ લાખ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. આમ જીએસટી વિભાગે એક જ દિવસમાં મોરબી અને અમદાવાદમાં સઘન કાર્યવાહી કરીને કુલ ૨૨ કરોડ ૪૯ લાખ રૂપિયાની કરચોરી ઝડપી પાડી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/