fbpx
ગુજરાત

કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ સુરત કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસા પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ વહેચણી એ કોંગ્રેસણે ચૂંટણી પહેલા જ પરિણામ આપી દીધું હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના મિનારા ખરી રહ્યા હોય તેમ લાગે છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ ટિકિટ ફાળવણીમાં થયેલ નારાજગી મુદ્દે કોંગ્રેસ માંથી રાજીનામું ધરી દીધું હતું. તો બીજી બાજુ સુરતમાં પણ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાબતે પાસ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.

પાસ નેતાઓ સાથે કોંગ્રેસે કરેલા આવા વ્યવહારથી કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતાઓ માં નારાજગી જાેવા મળી હતી જેને પગલે સુરતના કતારગામના જીગ્નેશ મેવાસા એ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ માંથી મહા મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી એક પછી એક પાટીદારોએ છેડો ફાડતા ચૂંટણી પહેલાં જ જાણે કોંગ્રેસ હારી ગઈ હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. જીગ્નેશ મેવાસા બાદ હજુ પણ કોંગ્રેસના કેટલાક પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

સુરતમાં પાસ નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે આ વખતે મહાનગરપાલિકાની ચુંટણી માટે ટિકિટ આપી હતી સાથે સાથે અન્ય મજબૂત દાવેદારોને પણ ટિકિટ આપવાનું કોંગ્રેસે વચન આપ્યું હતું. પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસે વચન તોડ્યું અને ધાર્મિક માલવિયાએ પણ લીલા તોરણે જાન પછી ફરે તેમ બળદ ગાળામાં પ્રચાર કરતા કાઢેલા વરઘોડા સાથે ઉમેદવારી નોધાવ્યાં વિના પરત ફર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/