fbpx
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચારના કર્યા શ્રીગણેશ અમારી પાર્ટી કોઈ પરિવારની પાર્ટી નથી કાર્યકરોની છે પાર્ટીઃ વિજય રૂપાણી

ભાજપના કાર્યકરોએ સંકલ્પ સાથે પ્રચાર શરૂ કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ એટલે કે સમર્પણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજી સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અમદાવાદ ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે અન્ય મહાનગરો જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને સંગઠનના હોદ્દેદારો તથા ધારાસભ્યો સાંસદોની હાજરીમાં કાર્યક્રમો યોજાયા હતા.

તમામ મહાનગરો અને જિલ્લાઓમાં વચ્ર્યુઅલ સંબોધન કરવામાં આવ્યું હતું. નવ હજાર કરતાં પણ વધુ ઉમેદવારોએ પ્રજા કાર્ય માટે પોતાની જાતને સમર્પિત કરવા અને ભાજપના આદર્શ અને સિદ્ધાંતોને લોકો સુધી લઈ જવા અને સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવવાના સંકલ્પ સાથે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરા ભાજપના ૭૬ ઉમેદવારોએ આજે સમર્પણ સંકલ્પ લઈ વિજય સંકલ્પ પણ લીધો હતો. રાજકોટ માં પણ ભાજપના ડિજિટલ રથના પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના કુલ ૧૮ વોર્ડ માટે ૧૮ ડીજીટલ રથ બનાવવામાં આવ્યા છે આ રથ દ્વારા ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવશે રથમાં ભાજપના મા અમૃતમ કાર્ડ સહિતની અલગ અલગ યોજનાઓનું વર્ણન કરતો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

એમ કહી શકાય કે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા જાેરશોરથી પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા ભાજપે ન્ઈડ્ઢ રથ મેદાને ઉતાર્યા છે.

આ અભિયાનમાં સીએમ રૂપાણીએ સંબોધન કરીને પ્રચાર માટે કાર્યકરો અને નેતાઓને ચાર્જ કર્યા હતા. તેમણે કહ્યુ કે ભાજપના આ ઉમેદવારો હમેશા બધાની સેવાના સંકલ્પ સાથે કામ કરશે..તેમણે કહ્યુ કે ભાજપા બીજી પાર્ટી કરતા અલગ પાર્ટી છેપફક્ત સતા માટે કામ નથી કરતી..તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે ભૂતકાળમાં કોંગ્રેસે લોકશાહીને હટાવવા કામ કર્યુ હતુ. પરંતુ લોકશાહી અતૂટ રહે તે માટે અમે કાર્ય કરી રહયા છે.. તેમણે ભાજપને કોઇ પરિવારની પાર્ટી નહી પરંતુ કાર્યકરોની પાર્ટી ગણાવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/