fbpx
ગુજરાત

વિદેશમાં પહેલીવાર એકસાથે ૯ ચર્ચની જગ્યાએ સ્વામિનારાયણ મંદિર સ્થપાયું


મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિદેશમાં ૯ જેટલા ચર્ચની જગ્યાએ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. બ્રિટનના લંડન, બોસ્ટન, અમેરિકાના કેલિફોર્નિયા, ડેલાવર, કન્ટકી, વર્જિનિયા તથા કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ચર્ચની જગ્યાએ ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે. તમામ ચર્ચોમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી તેમ જ મંદિરોના સનાતન હિન્દુ ધર્મની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

મંદિરના સંત ગુરુપ્રિયદાસજી સ્વામીના જણાવ્યાનુસાર ૧૯૭૨થી મુક્તજીવન સ્વામીબાપા તથા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા ચર્ચ ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચને મંદિરમાં ફેરવવાનું મુખ્ય કારણ એક જ હતું કે ત્યાંના સ્થાનિકો અંદરોઅંદર કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય વધવાના લીધે એક પછી એક ચર્ચને વેચવામાં આવ્યા હતા. ખાસ વાત તો એ છે કે ચર્ચમાં પહેલેથી રખાયેલી તમામ પ્રતિમા, પેઇન્ટિંગ્સ ત્યાંને ત્યાં જ રાખવામાં આવ્યા હતા. વર્ષો પહેલાં હજારોની કિંમતમાં લંડનનું ચર્ચ ખરીદવામાં આવ્યું હતું,

ત્યાં ક્રમશ એક પછી એક ચર્ચની ખરીદી કરવામાં આવી હતી. હાલ પણ દરેક ચર્ચમાં દર શનિવાર અને રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનો લાભ લેતા હોય છે. મંદિરમાં નિત્યક્રમ ભગવાનની સેવાપૂજા કરવામાં આવે છે. લંડનના ચર્ચમાં સનાતન હિન્દુ ધર્મના દેવતા ગણપતિ, હનુમાનજી, તેમ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/