fbpx
ગુજરાત

સુરતમાં પિતાને જંગમાં જિતાડવા ૧૨ વર્ષનો પુત્ર પ્રચાર માટે મેદાને


હાલ મહાનગરપાલિકાનો ચૂંટણીપ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર વધુમાં વધુ થાય એ પ્રકારનો પ્રયાસ કરી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર ૨૧ પ્રચારને લઈને ચર્ચામાં આવ્યો છે. વોર્ડ નંબર ૨૧માં પ્રચારની કમાન બાર વર્ષના વિવાન ઉનડકટે સંભાળી છે. વિવાનને જાેવા માટે, તેની પ્રચારની શૈલીને જાેવા માટે મોટી સંખ્યામાં મતદારો એકત્રિત થઇ રહ્યા છે. વિવાન ભારતીય જનતા માટે તો પ્રચાર કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તેના પિતા વ્રજેશ ઉનડકટ માટે પણ જાેરશોરથી પ્રચાર કરી રહ્યો છે. વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર ૨૧ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.

રાજકીય પ્રચારમાં વક્તૃત્વશૈલી લોકોને આકર્ષતી હોય છે તેવા તમામ લોકો મેદાનમાં ઊતરતા હોય છે. વિશેષ કરીને આપણે જાેતા હોઈએ છીએ કે ચૂંટણીપ્રચાર દરમિયાન અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વિવિધ રાજકીય પક્ષો માટે પ્રચાર કરીને આકર્ષણ ઊભો કરતા હોય છે, પરંતુ ૧૨ વર્ષનું બાળક સ્ટાર પ્રચારકોની માફક સતત ચૂંટણી અભિયાનમાં પોતાના પિતાને અને ભાજપને જિતાડવા માટે જાેરશોરથી લાગી ગયું છે.

વિવાન ઉનડકટ જ્યારે પોતે પ્રચાર કરતો હોય છે ત્યારે તેની વાક્છટા જાેઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંબામાં પડી જાય છે. આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે એનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે. કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જાેઈએ એ અંગે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/