fbpx
ગુજરાત

કોરોના અનસ્ટોપેબલઃ અમદાવાદમાં ૧૬ સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરાયા

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હતો. રાત્રી કફ્ર્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતો. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. દિવાળી બાદ વધેલા કેસો અને ત્યારબાદ કાબુમાં આવેલા કોરોનાના કેસોને જાેતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ હટાવાઈ લેવાયા હતા. જાે કે, છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૬ કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ ૪૭ ટકાનો વધારો થયો છે. ત્યારે મનપાની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને કોરોનાના કેસો વધવાની આશંકાને જાેતાં ફરીથી ડોમ શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્ણ થતાં તંત્ર ફરી એકવાર એલર્ટ થઇ ગયું છે. ચૂંટણી પ્રચાર સમયે જાેવા મળતી કાર્યકરોની ભીડ, સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ, માસ્ક વિના થયેલો પ્રચાર કોરોનાને આમંત્રણ આપશે તેવી દહેશત તબીબોએ કરી વ્યક્ત હતી. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો હોવાનું પણ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાના કેસો અચાનક વધે નહીં, કોઈ શહેરીજનને આશંકા હોય તો ટેસ્ટ કરાવીને ઈલાજ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદમાં ૧૬ સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદના શિવરંજની ચારરસ્તા નજીક આવેલા ડી – માર્ટ પાસે કોરોના ડોમમાં ૭૫ ટેસ્ટિંગ કીટ આપવામાં આવી હતી. વહેલી સવારે ડોમ શરૂ થતાની સાથે જ આશંકિત શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા પણ પહોંચ્યા હતા. અગાઉ સંપૂર્ણપણે ટેસ્ટીંગ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવમાં આવતા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/