રાજ્યમાં કોરોના વેક્સીનેશનનો ત્રીજાે રાઉન્ડ ૬૦ પ્લસ અને ૪૫ થી નીચેના ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સીન અપાશે

ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, ૧ માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજાે તબક્કો શરૂ થશે જેમાં ૬૦ વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે. ૪૫ વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકોને પણ કોરોનાની રસી મળશે. હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર, સિકલસેલ ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. બોનમેરો, થેલેસેમિયા, ૐૈંફગ્રસ્તને પણ કોરોનાની રસી મળશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જાેઈશે. સરકારી રસીકરણ કેન્દ્રમાં કોવિડ-૧૯ની રસી મફત મળશે. ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર કોઈએ રસી લેવી હોય તો ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડશે આ માટે રંંॅજઃ//ॅિીॅિર્ઙ્ઘ.ર્ષ્ઠ-દૃૈહ.ૈહ/ર્રદ્બી અહીં રજિસ્ટ્રેશન કરી શકશો. તેમણે વધુમાં કહ્યું કે, કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી મળશે. આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે. જાેકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ છે જેવા ઓળખપત્રો જરૂરી બનશે. ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નિ શુલ્ક રીતે વેક્સિનેશન કરવામાં આવશે. માત્ર પ્રોસેસિંગ ફી તરીકે ૧૦૦ રૂપિયા લેવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે. વેક્સિનેશન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ કામગીરીનો અમલ રાજ્ય સરકાર કરશે. ૬૦ વર્ષથી ઉપરના લોકો સરકારી સેન્ટરમાં જાય તો વિનામૂલ્યે અને ખાનગીમાં જાય તો ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લાગશે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે પ્રકારે ચાર્જ લેવાશે.
બજેટ હવે ડિજીટલી જાેઈ શકાશે
બજેટ મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા સમયે તેમણે કહ્યું કે, હવે ડિજિટલ સ્વરૂપમાં બજેટને લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં બજેટ પછી સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઇલ એપ્લિકેશન ગુજરાતનું બજેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં રજૂ થશે. આ મોબાઇલ એપ્લિકેશન ઉપર ભૂતકાળના બજેટ પણ મૂકવામાં આવ્યા છે. બજેટ એપ્લિકેશન ઉપરથી નાણામંત્રીનું બજેટ સ્પીચ લાઈવ કરવામાં આવશે.
ગુજરાત બજેટના નામથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. વિધાનસભાના બજેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર અને નાણાં વિભાગ સહિતના અન્ય વિભાગો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નાણાંકીય કરકસરના પગલાના ભાગરૂપે આ પગલુ ખૂબ મહત્વનું છે. વિધાનસભાની કાર્યવાહી અને જે વિવિધ પ્રસારણ કરવાની માગણી કરવામાં આવતી હતી તે અંતર્ગત હવે બજેટ લાઈવ કરવાની શરૂઆત કરવાની શરૂઆત સરકારે કરી છે.
લોકસભાની જેમ વિધાનસભામાં પણ જીવંત પ્રસારણ કરવું તેનો આ પ્રથમ તબક્કો છે. ગુજરાતના ગત ૫ વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે. ૩ માર્ચના રોજ પ્રથમ બેઠકમાં નાણામંત્રી તરીકે ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
Recent Comments