fbpx
ગુજરાત

સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા અમદાવાદની ૬૧૦મી જયંતિની ઉજવણી કરાઈ

આજે અમદાવાદની ૬૧૦મી જયંતી હોવાથી શહેરમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી અને કોરોના વાયરસના સંક્રમણથી અમદાવાદની પ્રજાનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે આજે અમદાવાદની ૬૧૦ મી જયંતિ છે.

અમદાવાદની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં થઈ હતી. અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન ૨૬ વખત પધારેલા છે. સ્વામિનારાયણ ભગવાને સૌપ્રથમ પોતાનું મંદિર અમદાવાદમાં સ્થાપ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોથી કાંકરિયા તળાવ પણ પ્રસાદીનું બનેલું છે. આ કાંકરિયા તળાવમાં આવેલી નગીનાવાડી છે ત્યાં પણ સ્વામીનારાયણ ભગવાન અનેક વખત પધારેલા છે અને નગીનાવાડીમાં બેસીને ભગવાન ત્યાં ધ્યાન કરતા હતા.

આજે પણ સારા વિશ્વની અંદર સૌથી વધારે સત્સંગી સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદમાં વસે છે અને ધૂન ભજન ર્કિતન કરી રહ્યા છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમદાવાદનું સ્થાન મુખ્ય રહેલું છે. મુક્તજીવન સ્વામીબાપા એ પણ અમદાવાદમાં રહી મંદિરો સ્થાપી અનેક લોકોને સદાચારમય જીવન જીવતા કર્યા છે. હાલ કુમકુમ મંદિર દ્વારા પણ અમદાવાદ શહેરમાં આનંદ પ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી સૌને શીલ સદાચાર સંસ્કાર ની પ્રેરણા આપતી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/