ભારતના કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં લીધી કોરોના વેક્સિન

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિન લીધી છે. રવિ શાસ્ત્રીએ અમદાવાદના એપોલો હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. શાસ્ત્રીએ વેક્સિન લેતી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. સાથે જ ટિ્વટ કરતાં તેમણે લખ્યું કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. મહામારી વિરુદ્ધ ભારતને સશક્ત બનાવવા માટે ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનો આભાર. એપોલો હોસ્પિટલમાં કાંતાબેન અને તેમની ટીમથી ઘણો પ્રભાવિત થયો.
દેશમાં કોરોના વેક્સિન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તે બાદ ઘણા નેતાઓએ વેક્સિન લીધી હતી. જે બાદ આજે રવિ શાસ્ત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.
બીજી બાજી, ભારતીય ક્રિકેટ ટીમ ૪ માર્ચે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ રમશે. સીરિઝમાં ભારત ૨-૧થી આગળ છે. જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ પણ અમદાવાદમાં જ રમાશે. ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા પાંચ ટી-૨૦ મેચ રમશે. સાથે જ ત્રણ વનડે મેચ પણ રમશે.
Recent Comments