સર્વજન હિતાય: સર્વજન સુખાયની ભાવનાને સાર્થક કરતુરાજય સરકારનું બજેટ : કૌશિક વેકરીયા

રાજય સરકારે રજુ કરેલ સને.ર૦ર૧–રર નું બજેટ સમગ્ર રાજયનો સર્વાગી વિકાસ અને લોકસમુદાયની સુખાકારી હોવાનું અને અત્યાર સુધીનું સૌથી વધુ વિકાસની તકો સર્જતુ હોવાનું બજેટ ને આવકારતા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપ મુખ્યમંત્રી–નાણામંત્રી નિતીનભાઈ પટેલ સહિત સમગ્ર રાજય સરકારને અભિનંદન પાઠવ્યા છે.
વેકરીયાએ જણાવેલ છે કે ભારતીય જનતા પાર્ટી તમામ સમાજની ભાવનાઓને સમજતી અને સર્વાંગી વિકાસમાં વિશ્વાસ અપાવતી પાર્ટી છે તેની પ્રતિતિ સ્થાનિક સ્વારજની ચુંટણીઓમાં પણ જોવા મળી છે અને તેથી જ લોકોના વિશ્વાસને ચરિતાર્થ કરવા સરકાર મકકમ છે.
વેકરીયાએ વધુમાં જણાવેલ કે રાજય સરકારે વિકાસ માટેની ગતિને વેગ આપવા રૂા.ર,ર૭,૦ર૯ કરોડ જેવી જંગી રકમની ફાળવણી કરી સૌનો સાથ સૌનો વિકાસને ચરિતાર્થ કર્યો છે તેમ બજેટને આવકારતા અને રાજય સરકારને અભિનંદ પાઠવતા વેકરીયાએ જણાવેલ હતુ.
Recent Comments