fbpx
ગુજરાત

આવતીકાલે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી


દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા માટે કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા રાજનાથ સિંહ આજે સવારે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંહ અને ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓ ભારતીય વાયુ સેનાના વિમાનમાં આવ્યા હતા અને ટૂંકા રોકાણ બાદ સેના હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા રવાના થયા હતા. સંરક્ષણ મંત્રી પ્રથમવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઇ રહેલી ભારતીય સેનાની ચાવીરૂપ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેવા કેવડિયા પહોંચ્યા છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું.
ત્યારે હવે ૪થી ૬ માર્ચ દરમિયાન કેવડિયા ટેન્ટ સિટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું છે, ૪ માર્ચથી કેવડિયા ટેન્ટ સીટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ પણ થઈ ચૂક્યું છે.૬ઠ્ઠી માર્ચે ઁસ્ આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા આવશે. નર્મદા જિલ્લામાં આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે. ટેન્ટ સિટી-૨માં યોજાઈ રહેલી કોન્ફરન્સ દરમિયાન નેવી, આર્મી, હવાઈ સેનાના ચીફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથ ઉપસ્થિત રહેશે.

ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે. ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે, ત્યારે આ કોન્ફરન્સને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હોવાથી સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કેવડિયા ડેલીગેશનને વડોદરાથી હેલિકોપટર માર્ગે કેવડિયા લકવવામાં આવ્યા. આર્મીના પીએમો, રાક્ષમંત્રલાય અને ડિફેન્સના અધિકારીઓ દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા જ્યાંથી સીધા હેલિકોપટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સીટીમાં લઇ જવાયા.હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા હોંચાડવામાં આવ્યા હતા.

૬ માર્ચે વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે
૬ઠ્ઠી માર્ચના દિવસે પૂર્ણાહુતિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરનાર છે. તેઓ પહેલા વડોદરાથી કેવડિયા આવવાના હતા, પરંતુ, તે કાર્યક્રમ રદ્દ કરી હવે અમદાવાદથી સી પ્લેન મારફતે કેવડિયા આવી શકે એવી શક્યતાઓ હાલ જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/