વક્તને કિયા ક્યા હસી સિતમ… હમ હમ ન રહે તુમ તુમ ન રહે.. મને દુઃખ છે કે, મારા બંને મિત્રોને પરિણામ પછી રાજીનામા આપવા પડ્યાઃ રૂપાણી

વિધાનસભાના સત્રમાં મુખ્યમંત્રીએ ગીત લલકારી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન બાદ આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલવા ઊભા થયા. રાજ્યપાલના સંબોધન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેના પરિણામોને અનુલક્ષીને મુખ્યમંત્રીએ ગૃહમાં ફિલ્મના ગીતની પંક્તિ ગાઈ હતી. તેમણે ગીત લલકારતા કહ્યું કે, ‘વક્તને કિયા ક્યા હસી સિતમ… હમ હમ ન રહે તુમ તુમ ન રહે.’ આ પંક્તિ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બદલ કહી હતી. તો પંક્તિમાં આગળ વધતા તેમણે કહ્યું કે, હાર પચાવવી અઘરી હોય છે, પણ જીતને પચાવી તેનાથી પણ વધારે અઘરી હોય છે. મુખ્યમંત્રીએ ગૃહમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, મને દુઃખ છે કે, મારા બંને મિત્રોને પરિણામ પછી રાજીનામા આપવા પડ્યા. રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે તેવું મીડિયામાંથી જાણ્યું છે. તેમને રાજીનામું આપવા પડે એનું મને દુઃખ છે.
ગુજરાતમાં સતત ભાજપ સત્તામાં રહી છે એ પોલિટિકલ અભ્યાસનો વિષય છે. ૫૦ વર્ષથી સતત ભાજપ સાથે જ નકારાત્મક વોટની વાત કરવાવાળા લોકોએ પણ અભ્યાસ કરવો જાેઈએ. હાર પચાવી અઘરી હોય છે પણ જીતને પચાવી તેનાથી પણ વધારે અઘરી હોય છે. અઢી દાયકામાં સરકાર કે ધારાસભ્ય ઉપર પણ કોઈ ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો નથી. પોલિટિકલ પંડિત કાન ખોલીને સાંભળે અપેક્ષાઓથી અમે ડરનારા નથી, અમે કામ કરવાવાળા લોકો છીએ. તેમણે વધુમાં કહ્યું કે, રેવન્યુ અને પોલીસ માં ભષ્ટ્રાચાર હતો તે દુર કરવાની લાગણી હતી. તે મારી સરકાર દ્વારા દુર કરવામાં આવ્યા એટલે પ્રજાએ વિશ્વાસ કર્યો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ આવ્યું છે.
રાજ્ય સરકારે પાછી લીધી છે, તે પુનઃ આપવામાં આવશે નહિ. તો ધમણ વેન્ટીલેટરના વિવાદ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પર થતા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, ધમણમાં એક રૂપિયો આપ્યો નથી તો ભષ્ટ્રાચાર થાય જ કેમ. ૩૧૦૦ કરોડનો ખર્ચ છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં કર્યો છે. ધમણમાં એક રૂપિયો ખર્ચ અમે કર્યો નથી તો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય. ૯૦૦ ધમણ રાજકોટના વ્યક્તિઓ મફત આપ્યા છે. મફતમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થાય એ ખબર નથી. આ ઢચુપચુ સરકાર નથી, પરંતું નિર્ણાયક સરકાર છે.
Recent Comments