વડોદરા સામૂહિક આપઘાત કેસઃ ભાવિન સોનીએ કહ્યું કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય’

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે કરેલા સામૂહિક આપઘાત કેસમાં ૩ સભ્યનાં મોત થયાં હતાં, જાેકે સદનસીબે ૩ સભ્ય બચી ગયા હતા. બચી ગયેલા ભાવિન સોનીએ જણાવ્યું હતું કે અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં ૩૨ લાખ ગુમાવ્યા હતા. ભાવિન સોનીએ જણાવ્યું હતું કે અમારી તમામ સમસ્યા વર્ષ-૨૦૧૮ના ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ હતી. આ સમયે અમારા પરિવારમાં ઘણા ડિસ્પ્યૂટ હતા. ઉપરાંત મારા બિઝનેસમાં પણ મને પરેશાની હતી. આર્થિક પાયમાલીની પરિસ્થિતિથી કંટાળી સામૂહિક આપઘાત કરવાનો ર્નિણય મારા પિતાનો હતો અને આ સિવાય અમારી પાસે બીજાે ઓપ્શન પણ ન હતો,
અમે બધાએ આ બાબતે તેમના આ ર્નિણયનો વિરોધ કર્યો હતો, પરંતુ મારા પિતા માન્યા ન હતા. મારા પુત્રને દવા પિવડાવવાનું પણ મારા પિતાએ જ નક્કી કર્યું હતું, અમે તેમ ન કરવા કહી નારાજગી દર્શાવી હતી. મારા પિતાના આ ર્નિણયમાં અમારી સંમતિ ન હતી, પરંતુ, તેઓ માન્યા ન હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં ૩૨ લાખ ગુમાવ્યા હતા. એક તો અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું. આખરે એવો સમય આવ્યો કે બીજાે કોઇ વિકલ્પ ન બચતાં અમારે સામૂહિક આત્મહત્યા માટે તૈયાર થવું પડ્યું. સમા સામૂહિક આપઘાતપ્રકરણમાં બચી ગયા અને નવજીવન પામેલા સદસ્યોને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(વીવાયઓ) સંસ્થા ૩ વર્ષ સુધી રાશન-દૂધ સહિતની સુવિધા પૂરી પાડશે. વીવાયઓના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું કે વીવાયઓની પંચામૃત યોજના હેઠળ સોની પરિવારના નવજીવન પામેલા સદસ્યોની મદદ કરવામાં આવશે, જેમાં ચાલુ મહિનાથી આવનારાં ૩ વર્ષ સુધી ઘઉં, ચોખા, દાળ, કઠોળ, તેલ, ઘી, ખાંડ, મસાલા અને દૂધ જેવી જીવનજરૂરી ચીજાે પૂરી પાડવામાં આવશે. વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત પરિવારો, વિધવા બહેનોને રાહત આપવાના આશયથી અન્નકિટ પૂરી પાડવામાં આવે છે.
Recent Comments