fbpx
ગુજરાત

વહેલા ચૂંટણીની પાટકરની વાતને ફગાવતા મુખ્યમંત્રીએ કહ્યું- સમયે જ યોજાશે ચૂંટણી

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારના વન મંત્રી પાટકરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનો સંકેત આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએઓ વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે એ વાતને ફગાવીને કહ્યું છે કે, અમે વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતા નથી અને નિયત સમયે જ ચૂંટણી થશે. ગુજરાતમાં વિધાનસભાની મુદત ડીસેમ્બર, ૨૦૨૨માં પૂરી થાય છે તેથી રૂપાણીએ વિધાનસભાની મુદત ડીસેમ્બર, ૨૦૨૨માં જ યોજાશે એવું સ્પષ્ટ કર્યું છે.

આ પહેલાં રમણ પાટકરે કહ્યું હકું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે તો,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. હવે ભાજપનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૪૦ કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન સમારોહમાં રમણ પાટકરે આ નિવેદન કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોમાં ધાર્યુ પરિણામ મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં છે ત્યારે આ જુવાળનો લાભ લેવા ભાજપ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજી શકે છે તેવો સ્પષ્ટ સંકેત પાટકરે આપ્યો છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયના પગલે ભાજપના મંત્રી-નેતાઓ શહેરો-ગામડાઓમાં અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. આ સમારોહમાં પાટકરે આ નિવેદન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/