fbpx
ગુજરાત

નીતિન પટેલે દિલની વાત કહી દીધી, પત્નીના સહયોગ વિના તો સમાજસેવા ય શક્ય નથી

વિધાનસભાનું બજેટસત્ર જાણે હવે ટેસ્ટમેચ રમાતી હોય તેવો માહોલ સર્જી દીધો છે. સત્રના આઠમા દિને શાસકપક્ષ અને વિપક્ષ એકદમ શાંત રહ્યા હતાં. પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે કેદીઓને અપાતી સુવિધાને લઇને પેટા પ્રશ્ન પૂછ્યો હતો તે વખેત તેઓ એવુ બોલ્યાં કે,અધ્યક્ષ શ્રી, મારે ઘણી વાર જેલમાં જવાનુ થયું છે. આ વાક્ય બોલતાં જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચોંકી ઉઠયા હતાં. આ સાંભળીને અધ્યક્ષે પણ અરવિંદ પટેલને ટપાર્યા હતાં કે, તમે પહેલાં એ વાતનો ખુલાસો કરો કે, તમારે જેલમાં કેમ વારંવાર જવાનુ થાય છે. ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે આજે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટાપ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં ત્યારે અધવચ્ચે રોકીને અધ્યક્ષે એવી ટકોર કરીકે, તમે કેમ મહિલાઓને શુભેચ્છા આપી નહીં. ત્યારે નીતિન પટેલે એવું કહ્યુંકે, અધ્યક્ષ શ્રી , હુ મારા પ્રવચન વખતે વિશેષરૂપે શુભેચ્છા આપીશ પણ અધ્યક્ષના આગ્રહને પગલે નીતિન પટેલે એવુ કહ્યું કે, ગુજરાત સરકારના વહીવટમાં ય મહિલાઓનુ ખુબ યોગદાન રહ્યુ છે. પછી તે નર્સ હોય,કલાર્ક હોય કે પછી મહિલા પોલીસ છે. મહિલાઓ વિના તો ગુજરાત અધુરૂ છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, પત્નિના સાથ સહકાર વિના તો સમાજસેવા ય થઇ શકે નહીં. આ સાંભળીને ગૃહમાં હળવુ હાસ્ય રેલાયુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/