fbpx
ગુજરાત

સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ ગૂંચવાયુંઃ પોલીસની ભૂમિકા અંગે માતાના આક્ષેપ

દેશભરમાં એક તરફ મહિલા દિનની જાેરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર થયેલા રેપ કેસમાં કોકડું ગૂંચવાયું છે.પાંડેસરામાં ૨૬મી માર્ચે ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે પીડિતા બાળકીનું મેડિકલ ટેસ્ટ પણ ન કરાવ્યું અને ન જ રેપની ફરિયાદ દાખલ કરી. બાળકીની માતાનો આરોપ છે કે પોલીસે જે એફઆઈઆર લખી તેના પર માત્ર તેની સહી કરાવાઇ, પોલીસે તે પણ ન જણાવ્યું કે ફરિયાદ બળાત્કારની નોંધી છે કે છેડતીની. પોલીસનું કહેવું છે કે અમે કોઇ બેદરકારી દાખવી નથી. જે કાર્યવાહી કરવાની હતી તે કરી જ છે. બાળકી અત્યારે પણ ભયભીત છે. તેણે જમવાનું પણ છોડી દીધું છે.

તેણીને એવું લાગે છે કે હેવાન હમણાં આવી જઇને મારૂં મોઢું દબાવી દેશે. બીજી તરફ માતાને ડર છે કે આરોપીના સગાઓ તેના બે દીકરાઓનું અપહરણ ન કરી લઇ જાય એટલે તેઓને બહાર રમવા માટે પણ નીકળવા દેતી નથી. આરોપીની માતાએ ઘરે આવી કહ્યું કે મારા દીકરાથી ભૂલ થઇ છે. કંઇપણ કરી લો તેનું કંઇ નહીં થાય. ૨૫ હજાર આપું છું, સમાધાન કરી લો. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું છે. પરંતુ પોલીસનું કહેવું હતું કે બાળકીને કશું થયું નથી.

તેનું મેડિકલ પણ કરાવવામાં ન આવ્યું. ૨૬ ફેબ્રુઆરીએ બપોરે પડોશીનો ફોન આવ્યો.તેણે કહ્યું કે બાળકીની તબિયત ખરાબ છે. ઘરે પહોંચી તો પોલીસે બાળકી સાથે મળવા ન દીધી. તેઓ સીધા પોલીસ સ્ટેશને લઇ ગયા. પોલીસે એક કાગળ પર રિપોર્ટ લખીને તેની સહી લઇ લીધી.પીડિતાની માતાએ જણાવ્યું કે, અમે ખાનગીમાં બાળકીનું મેડિકલ કરાવ્યું, જેમાં તેને ગુપ્ત ભાગમાં સોજાે અને ઇજાના નિશાન હતા. રિપોર્ટના આધારે પોલીસે દુષ્કર્મની કલમ ૩૭૭ને ઉમેરી હતી. પોક્સો બાદ પણ પોલીસે સક્રિયતા નહીં દાખવી. પરિવારનો આરોપ છે કે સુરજ પાંડે કોર્પોરેટરનો સગો છે જેના કારણે પોલીસ તેને બચાવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/