fbpx
ગુજરાત

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને લઇ બે ધારાસભ્યો આમને-સામને

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના બેબાક બોલ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાએ પ્રવચનમાં કહ્યુ, પ્રતાપભાઈના પિતાજી બુલેટ રાખતા ત્યારે પાછળ એક વ્યક્તિને રાખતા જેથી પડી જાય તો ખબર પડે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વળતો જવાબ આપ્યો હતો. દૂધાતે કહ્યુ તમને મારા પિતાજીની કેવી રીતે ખબર? જેના જવાબમાં ઝાલાવાડીયાએ કહ્યું હતું કે, હું અને તમારા પિતાજી મિત્ર હતા.

દુધાતે કહ્યું હતું કે, તમારી પાસે ત્યારે કપડા પહેરવા પૈસા નહતા. ચડ્ડી પહેરવાના પૈસા ન હોતા. જાે કે, અધ્યક્ષે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. રાજ્યની સરકાર ટનાટન ચાલે છે, પરંતુ કેટલાય વર્ષોથી ભાવનગરથી સોમનાથનો હાઈવે આજે પણ નથી. એ રસ્તો સરકારે તૈયાર કરવો જાેઈએ.
અગરીયા અને નાના સમાજ માટે કંઈક કરવું જાેઈએ. નાના રણમાં અગરીયાઓના અધિકાર છિનવાયા છે. મીઠાની પણ ટેકાના ભાવે ખરીદી થવી જાેઈએ. આખા ગુજરાતમાં મીઠાના એક જ ભાવ મળે એવું સરકારે વિચરવુ જાેઈએ, તેમ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/