fbpx
ગુજરાત

અમદાવાદમાં બોયફ્રેન્ડે છોકરીના પિતાને મેસેજ કર્યો- તમારી દીકરીને ૪-૪ બોયફ્રેન્ડ છે

અમદાવાદના શાહીબાગમાં રહેતાં એક પિતાની ૨૦ વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોર્ડિંગ મોકલ્યા હતા. જે જાેતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીને એક-બે નહીં પણ ચાર બોયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી એકસાથે આટલા યુવકો સાથે સંબંધમાં હોવાથી તેઓ ખુબ જ વ્યથિત અને ડરી ગયા હતા. આથી તેઓએ ૧૮૧ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માગી હતી. અંતે મહિલા હેલ્પલાઈન દ્વારા યુવતી તેના બોયફ્રેન્ડ અને પિતાનું કાઉન્સલિંગ કરાયું હતું. બાદમાં સુખદ સમાધાન કરીને પિતા તેની પુત્રીને ઘરે પરત લઈ ગયા હતા. શાહીબાગમાં રહેતાં રાકેશભાઈની ૨૦ વર્ષીય દીકરીનો બોયફ્રેન્ડ છેલ્લા એક અઠવાડિયાથી તેઓને વોટ્‌સએપ પર તેમની દીકરીના મેસેજ, ફોનનું રેકોર્ડિંગ, વોટ્‌સએપ ચેટ, સ્ક્રીનશોટ મોકલે છે. જેથી તેઓએ આ તમામ મેસેજ અને રેકોર્ડિંગ સાંભળતા રાકેશભાઈ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને કહ્યું કે, તમે પ્લીઝ મારી દીકરીનું કાઉન્સલિંગ કરીને તેને સારા રસ્તે લાવો.

નહીં તો જિંદગી નર્ક થઈ જશે. જેથી અભયમની ટીમે રાકેશભાઈને મળવા પહોંચી હતી. જ્યાં રાકેશભાઈએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમને બોયફ્રેન્ડે મોકલેલાં મેસેજ, વોટ્‌સએપ ચેટના સ્ક્રીનશોટ બતાવ્યા હતા. આથી મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને કેટલા બોયફ્રેન્ડ છે તેમ પૃચ્છા કરી હતી. પરંતુ યુવતીએઁ એક જ બોયફ્રેન્ડ હોવાનું રટણ કર્યું હતું. બાદમાં ૧૮૧ ટીમને મોબાઈલ તપાસવા આપ્યો હતો. જાે કે યુવતીએ પહેલાથી જ મોબાઈલમાંથી બધું ડિલિટ મારી દીધું હતું. આથી ૧૮૧ની ટીમે બોયફ્રેન્ડે તેના પિતાને મોકલેલાં મેસેજ અને સ્ક્રીનશોટ દેખાડતાં યુવતીએ ચાર બોયફ્રેન્ડ હોવાનું સ્વીકાર્યું હતું.

આથી ૧૮૧ની ટીમે હવેથી આવું કાંઈપણ કામ ન કરવા સલાહ આપી હતી. બાદમાં બોયફ્રેન્ડનું પણ કાઉન્સલિંગ કર્યું હતું. તેણે જણાવ્યું કે પોતે યુવતીને સાથે રાખીને લગ્ન કરવા માગતો હતો. પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. આથી ૧૮૧ની ટીમે વાતચીત ન કરવા અને સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. અને અંતે ૧૮૧ની ટીમે યુવતીના પિતાને કહ્યું કે, આવી ઉંમરે છોકરા-છોકરીઓમાં હોર્મોન્સ ફેરફાર થવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. જેથી યુવતી અને પિતાને સમજાવીને શાંતિથી સમાધાન કરાવીને ઘરે પરત મોકલ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/