fbpx
ગુજરાત

કોરોના ફેલાશે તો જવાબદારી ભગવાન શિવની રહેશેઃ યોગેશ પટેલ

વડોદરામાં શિવરાત્રીના દિવસે આઠ વર્ષથી નિકળતી શિવજી કી સવારી આ વર્ષે પણ ધૂમ ધામથી કાઢવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં રાજ્ય મંત્રી અને કાર્યક્રમના મુખ્ય આયોજક યોગેશ પટેલે શિવજી કી સવારી નામના આ કાર્યક્રમમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવા દોઢ લાખ જેટલા ભક્તો ભેગા કર્યા હતા. આવા સંજાેગોમાં શહેરમાં કોરોના વકરે તો જવાબદારી કોની તેવો પ્રશ્ન ઊભો થયો છે. જાેકે, રાજ્યમંત્રી અને કાર્યક્રમના મુખ્ય આયોજક યોગેશ પટેલ દ્વારા શુક્રવારે કોરોનાની રસી લીધા બાદ શહેરમાં કોરોના વકરે તો તેના માટે શિવજી જવાબદાર એ પ્રકારનું બેજવાબદારીભર્યુ, સાવ વાહિયાત નિવેદન કરતાં ભારે રોષ ફેલાયો છે, બફાટ કરનારા મંત્રી સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

વડોદરામાં કોરોના વકરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવા સમયે સોશિયલ મીડિયામાં ફેલાયેલા સમાચારથી ખળભળાટ મચી ગયો છે. રાજ્ય મંત્રી યોગેશ પટેલ દ્વારા શિવરાત્રીના બીજા દિવસે કોરોનાની રસી લેવામાં આવ્યા બાદ એવુ નિવેદન કર્યું કે, કોરોના ફેલાય તો જવાબદારી શિવજીની રહેશે.

આવા તદ્દન વાહિયાત, જરાયે ના શોભે તેવા નિવેદનથી સામાન્ય લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. શિવજી કી સવારીનું મુખ્ય આયોજન યોગેશ પટેલ સહિતના આયોજકોના બેજવાદાર વલણ તેમજ વેક્સિનેશનના કારણે લોકોમાં ભારે ભયનું વાતાવરણ પણ ફેલાયું છે. આગામી દિવસોમાં શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધે તો જવાબદાર આયોજકોને જ ગણવાના હોય ત્યારે મુખ્ય આયોજક યોગેશ પટેલ દ્વારા કોરોના સંક્રમણ ફેલાય તે માટે શિવજીને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/