fbpx
ગુજરાત

લો બોલો…બે દિવસ પહેલા જ રસી લેનારા મંત્રી ઇશ્વર પટેલ કોરોના પોઝેટીવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલા થોડા દિવસોથી વિધાનસભા ગૃહમાં પણ હાજર રહેતાં હતાં.

નોંધનીય છે કે, રાજ્ય મંત્રીમંડળના સ્ટાફમાં કોરોના સંક્રમણ વધ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં ૪ કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નહીં. આ જ રીતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફમાં પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ અગાઉ વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા. તેમણે કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાબુ જમનાને હોસ્પિટલ સારવાર માટે એટમિટ કરવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts