fbpx
ગુજરાત

ચારેય મહાનગરોમાં કફ્ર્યૂ સમયે એસટી બસની એન્ટ્રી પર પ્રતિબંધ

એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધચા ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના ર્નિણય બાદ એસટી વિભાગનો પણ મોટો ર્નિણય સામે આવ્યો છે. ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે ૧૦ વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.

આ અંગે એડવાન્સ બુકીન્સના પેસેંજરોને એસટી વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને ૧૦ વાગ્યા બાદ ન નીકળવા એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts