fbpx
ગુજરાત

અમદાવાદના પરિવારને ૫૦૦ રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને ૧.૧૬ લાખમાં પડ્યું..!!

શહેરના નારોલમા એક પરિવારને ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી છે. રૂ ૫૦૦નુ મરચુ પરિવારને રૂ ૧.૧૬ લાખમા પડયુ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રીમીનલે ઓટીપી મેળવીને એકાઉન્ટ ખાલી કરી દીધુ ને હવે ઘટનાથી આ પરિવારના ઘરનો લગ્ન પ્રસંગ અટવાઈ ગયો છે.

અમદાવાદમા સાઈબર ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સાઈબર ક્રાઈમનો શિકાર વધુ એક પરિવાર થયો છે. નારોલમા રહેતા રમેશભાઈ ભાવસારને ઓનલાઈન ખરીદી આફત લઈને આવી છે. ૯ માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂ ૫૦૦નુ એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. ૧૩ માર્ચના રોજ ઘરે મરચુ આવ્યુ પરંતુ એક કિલોના બદલે ૫૦૦ ગ્રામ આવ્યુ હતુ. જેથી એક કિલોના પૈસા લીધા હોવા માટે ૨૫૦ રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર મેળવીને સંપર્ક કર્યો. પરંતુ તેમનો ફોન સાઈબર ક્રિમીનલને લાગ્યો. આ ટોળકીએ પૈસા પરત આપવાના નામે એટીએમનો નંબર અને ઓટીપી મેળવી લીધો અને ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂ ૧.૧૬ લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી.

સાયબર ક્રાઇમમાં આવી અનેક અરજીઓ અને ફરિયાદો આવતી હોય છે. ઘણા બધા કેસના ભેદ ઉકેલવામાં પણ આવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેટાનો ઉપયોગ કરવો અને તે ડેટા પરથી ઓનલાઈન શોપિંગ કરાવવાના બહાને ઠગાઈ થતી હોવાનું સામે આવ્યું છે.
ભાવસાર પરિવારે છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવી લે છે. આ પરિવાર પણ સાયબર ગેંગના ચુગંલમા ફસાયો અને ઓનલાઈન ખરીદી નહિ કરવાની તમામને અપીલ કરી રહયો છે. હાલમા સાયબર ક્રાઈમ અને નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/