fbpx
ગુજરાત

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પૈસા ચૂકવવા પડશે

કોરોનાની ગુજરાતમાં એન્ટ્રીને એક વર્ષ પૂરુ થયું. જાેકે, આપણે હતા ત્યાંના ત્યા જ છીએ. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટીંગથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ આપી હતી. જેમાં અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. પરંતુ એક વર્ષ બાદ સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોરોનાના કેસ તો વધ્યા છે, પરંતુ હવેથી અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દીને વિનામૂલ્યે સારવાર નહિ મળે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના દર્દીઓને રૂપિયા ખર્ચવા પડશે.

અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારવામાં આવશે. અગાઉ ૫૦ ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર એએમસી તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલના ૧૦૦ ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જાેકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જાે કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0