fbpx
ગુજરાત

વડોદરામાં કોરોનાના કેસ વધતા ૩૧ માર્ચ સુધી બાગ-બગીચા બંધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વિસ્ફોટની જેમ વધી રહ્યાં છે. અગાઉ સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. તેવી જ રીતે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે વડોદરા શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કમિશ્નરે ૩૧મી માર્ચ સુધી આ તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

કોરોનાના વધતા કેસની સામે તંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને ઝડપથી સારવાર મળે તે માટે શહેરમાં ધન્વંતરી રથ ફરવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહ્યાં છે તેમાં સૌથી વધારે રાજકારણીઓ અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ઝપેટ હોય તેવું સામે આવ્યું છે. કોરોનાની વેકસીન લીધા પછી પણ ડૉક્ટર કોરોના પોઝિટિવ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/